CHHAYIYE DUKHIYA AME- GUJARATI BHAJAN LYRICS
છઇયે દુઃખિયા અમે નથી સુખિયા – ભજન
રચનાઃ મીરાબાઇ
છઇયે દુઃખીયા અમે નથી સુખિયા,
દેહુ ના દાઝેલા અમે ભવ દુઃખીયા…… ટેક
વા ને વંટોળીયે અમે આવી રે ભરાણા,
સામા રે કાંઠાના અમે છઈએ પંખિયા…..દેહું ના દાઝેલા…..
છિછરા રે જળ માં અમે રહી નવ શકીયે,
ઉંડા રે જળના અમે છઇયે મછિયા…… દેહું ના દાઝેલા……
પરદેશી સાથે અમારે પ્રીતુ રે બંધાણી,
રોઈ રોઈ થઈ છે મારી લાલ અંખિયા…… દેહું ના દાઝેલા…..
બાઈ મીરા કહે પ્રભુજી ગિરિધર ના ગુણ,
ચરણોમાં રાખો તો અમે થઈએ સુખીયા…… દેહું ના દાઝેલા……