છે રીત આ જગતની જ્યારે દશા ફરે છે,
કુરબાન થઈ જનારા ક્યારે સિતમ કરે છે… ટેક
વાણી વિનય ભરી છે અંતરમાં જહર જાજા,
આખર શ્વેત બગલાં કાળા કરમ કરે છે…. છે રીતે આ જગતની…
ચડતી માં જે તમારા ગુણગાન રોજ કરતાં,
પડતી થતા તુરંત એ નિંદા કર્યા કરે છે….. છે રીતે આ જગતની…..
યોવન ઉર્મિઓ પર ભમરો બનીને ભમતા,
ચૂસીને રસ સુમનનો એ પણ ડંશ કરે છે…. છે રીતે આ જગતની…..
કીર્તન કરે સભામાં ઊંચા અવાજે સૌને,
ઉપદેશ આપનારા પોતે બધું કરે છે…… છે રીતે આ જગત ની…..
વાતો ‘વ્યથિત’ વિષમ છે વહેવારના વિશે,
ઉપકાર પર તો આજે અપકાર સૌ કરે છે….છે રીત આ જગતની……
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…