DADA ENE DAGALE DAGALE – LAGNA GEET LYRICS IN GUJARATI
દાદા એને ડગલે ડગલે – લોકપ્રિય લગ્નગીત
ગુજરાતી લગ્નગીતોનો સંગ્રહ
CLICK TO DOWNLOAD MP3
દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે,
દાતણ કરશે બાળા વરની જાન રે……
દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે,
નાવણ કરશે બાળા વરની જાન રે……
દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે,
ભોજન કરશે બાળા વરની જાન રે…….
દાદા એને ડગલે ડગલે તંબોળી બેસાડો રે,
મુખવાસ કરશે બાળા વરની જાન રે……
દાદા એને ડગલે ડગલે ઢોલિયા ઢળાવો રે,
પોઢણ કરશે બાળા વરની જાન રે……..
દાદા એને ડગલે ડગલે મેડીઓ ચણાવો રે,
ઉતારા કરશે બાળા વરની જાન રે…….