SANTVANI BHAJAN
GAZAL – 06
DARDO NAVA NAVA CHHE…….
ગઝલ
દર્દો નવાં નવાં છે…….
દર્દો નવાં નવાં છે,જખ્મો નવાં નવાં છે,
આઘાત ઝીલવા છે,ઝહર પી જવા છે….દર્દો નવાં નવાં (1)
ચાલી રહ્યો છે દુનિયાનો,દોર અવળો,
ફુલોના લોહી રેડી,કંટકને સીંચવાં છે….દર્દો નવાં નવાં (2)
માણસ ભળી ગયો છે,બીબામાં દાનવોના,
જો લાશના કફન મળે,તો એ પણ વેચવાં છે…દર્દો નવાં નવાં (3)
બુદ્ધિ જુઓ માનવીની,ગિરવી મુકાઇ ગઇ છે,
ઇશ્વરને છેદ દઇને,માણસને પૂજવા છે….દર્દો નવાં નવાં (4)
આજે જુઓ જગતમાં,નારી નથી સલામત,
દુનિયાને દ્રોપદીનાં,ચીર ખેંચવા છે…..દર્દો નવાં નવાં (5)
‘આઝાદ’ લોકશાહી,ભારતમાં છે ગુલામી,
શ્વાસોને રૂધંનારી,ચારે તરફ હવા છે….દર્દો નવાં નવાં (6)
દર્દો નવાં નવાં છે,જખ્મો નવાં નવાં છે,
આઘાત ઝીલવા છે,ઝહર પી જવા છે….દર્દો નવાં નવાં
SANTVANI DHAM,GUAJARATI BHAJAN LYRICS