DEHI NO DEVAL CHANAYO-દેહીનો દેવળ ચણાયો મેરે

DEHI NO DEVAL CHANAYO MERE DATA…..SAVA DAS BAPA NI SANTVANI



સવારામ ભગતનાં ભજનો-ગુજરાતી સંતવાણી ભજન

દેહીનો દેવળ ચણાયો મેરે દાતા….


CLICK TO DOWNLOAD MP3 FILE



દેહીનો દેવળ ચણાયો મેરે દાતા,દેહીનો દેવળ ચણાયો રે જી…..ટેક


 પાંચ ઇંટનો દેવળ બનાવ્યો,માંહી પચ્ચીસ મજૂર લગાયો રે જી,

ચેતન પુરૂષે ચિત્ત લગાયો,બારિક કામ બનાયો….મેરે દાતા દેહીનો…(1)


 રજ વિરજની બની ડાબડી,પ્રેમનો પાયો ખોદાયો રે જી,

અમર નગરથી આયો કારીગર,હાડે હાડ મિલાયો ….મેરે દાતા દેહીનો (2)


 દસ દ્વારને ગગન ગોખ,માંહી પવન સ્થંભ ઠેરોયો રે જી,

આતમ રામ વસ્યો અવિગત સે,આદમ રમવા આવ્યો…મેરે દાતા દેહીનો (3)


 ક્ષમાની ખડકી,કમાડ કરણીના,માંહી ભ્રમનો તાળો લગાયો રે જી,

ગુરુ ગમ કુંચી લઇ દેખ ગગનમાં,સુક્ષમણાયે દ્વાર ખોલાયો….મેરે દાતા દેહીનો (4)


 નૈન નાસિકા કાન જાળિયા,મુખ દરવાજો મેલાયો રે જી,

લાલ કાળોને ગોરો રંગ લગાયો,ઉપર રોમ છાજ લઇ છાયો…મેરે દાતા દેહીનો (5)


 આ દેવળમાં અમર પુરૂષ હે,નહીં ઉપન્યો નહીં જાયો રે જી,

દાસ સવો કહે ફુલગર ચરણે,ઉલ્ટો કાળને ખાયો….મેરે દાતા દેહીનો..(6)


સંતવાણી ભજન,ભજન સંગ્રહ,SANTVANI DHAM

SHYAM VINA NAHI -શ્યામ વિના નહી કોઇ સગો


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago