DEKHO HARICHANDRA-SANTVANI SANGRAH
ગુજરાતી જુનું ભજન -સંતવાણી ડાયરો-દેખો હરીશ્ચંદ્ર હાલ્યા બજારે……
અંહિથી આ ભજન સાંભળો….
દેખો હરીશ્ચંદ્ર હાલ્યા બજારે,
સતવાદી સત ને માટે,
રાજા છતાં રૂખી ઘેર વેંચાણા,
બાના તણા બીરદ માટે…દેખો હરીશ્ચંદ્ર..(1)
ના કહું તો મારો નાથજી લાજે,
વચન દઇને વરીયા વાટે,
રાણી તારાદે રોહીદાસ વેંચાણા,
ભક્તિ ભલાને શીર માટે…દેખો હરીશ્ચંદ્ર ..(2)
કુંવર રોહીદાસને સર્પે ડસિયો,
એની વાત વંચાણી કાશી ઘાટે,
એ લીધી ખડગ રાજા રાણી પર કોપ્યા,
મનથી બીના નહીં મુંઆ માટે…દેખો હરીશ્ચંદ્ર..(3)
ઘ્રુજે ધરણીને કંપે કૈલાશા,
વાલમ દૂપ ધર્યું વૈરાટે,
નીમાધારી રાજા નીમ નહીં છોડે,
સન્મુખ ચાલી ચરણો સાટે…દેખો હરીશ્ચંદ્ર..(4)
પાછા પગલાં ન હોય શુરાના,
વળી નિકળ્યા વસમી વાટે,
કહે ‘રવિરામ’ ગુરૂ ભાણને પ્રતાપે,
જઇને પુજાણા પ્રભુને પાટે…દેખો હરીશ્ચંદ્ર..(5)
દેખો હરીશ્ચંદ્ર હાલ્યા બજારે,
સતવાદી સત ને માટે,
રાજા છતાં રૂખી ઘેર વેંચાણા,
બાના તણા બીરદ માટે…દેખો હરીશ્ચંદ્ર..
અંહિથી MP3 FILE ડાઉનલૉડ કરો…