Categories: BHAJANSANTVANI

DHAN GURU DEVA MARA (ધન ગુરૂ દેવા મારાં)

BHAJAN LYRICS IN GUJARATI

BHAJAN:197

DHAN GURU DEVA MARA….

ગુજરાતી ભજન

સંતવાણી ભજનોની સરવાણી

ધન ગુરૂ દેવા મારા …..

ધનગુરૂ દેવા મારા ધનગુરૂ દાતા ને,
સદગુરૂએ શબદ સુનાયો રે,
ગુરૂજીનો મહિમા પલ પલ વખાંણું ને,
પડનામ પ્રાયશ્ચિત સઘળાં જાય…ટેક….(1)
સુતો રે જગાડ્યો ગુરૂએ દેશ રે દેખાડ્યો,
અલખ પુરૂષ ઓળખાયો ,
બુડતો હતો તે મારા ગુરૂજીએ તાર્યો,
અમને જમડાનાં હાથેથી છોડાવ્યો,
ધનગુરૂ દેવા મારા ધનગુરૂ દાતા ને…..(2)
ખાલ રે પડાવું મારા શરીર તણી,
ઉપર સોનેરી રંગ ચડાવું,
મોજડી સીવડાવી મારા ગુરૂને પહેરાવું,
તોય ગુણ ઓસીગણ કેમ થાવું,
ધનગુરૂ દેવા મારા ધનગુરૂ દાતા ને….(3)
ગૌ દાન દિયે ભલે ભુમિદાન દિયે,
કાયા કંચન મોલ લુંટાવે,
કાશીક્ષેત્રમાં કન્યાદાન દિયે,
તોય ન આવે ગુરૂજીનાં તોલે,
ધનગુરૂ દેવા મારા ધનગુરૂ દાતા ને….(4)
સદગુરૂ મળિયા મારા ફેરા ટળિયાને,
લખ ચોર્યાસી માંથી છોડાયા,
વાઘનાથ ચરણે બોલ્યા રૂખડીયો,
વેલો મુક્તિનો મારગ બતાવે ,
ધનગુરૂ દેવા મારા ધનગુરૂ દાતા ને….(5)

SANTVANI DHAM,BHAJAN SANTVANI,ગુજરાતી ભજનો,સંતવાણી ધામ

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago