Categories: BHAJANSANTVANI

DHARM NA JUYO – ધર્મના નામે જુઓને

BEST GUJARATI BHAJAN LYRICS

BHAJAN:196

DHARM NA NAME JUO NE…..

સંતોની વાણી એટલે સંતવાણી

ગુજરાતી ભજન ગીત

ધર્મનાં નામે જુઓને…….

ધર્મના નામે જુઓને,જગમાં ધતિંગો થાય છે,
આ કળિયુગમાં પ્રપંચીને,ઢોંગી ફાવી જાય છે….ટેક
સાચાને સમજ્યા વિના,સન્માન જુઠાને મળે,
થાય છે સતીયા દુઃખીને,પાંખડીઓ પુજાય છે,
ધર્મના નામે જુઓને,જગમાં ધતિંગો થાય છે…(1)
પાંદડું હાલે નહીં,જગદિશની આજ્ઞા વિના,
હું કરું આ મેં કર્યું,મિથ્યા મનુષ્ય ફુલાય છે,
ધર્મના નામે જુઓને,જગમાં ધતિંગો થાય છે….(2)
હું અને મમતા ત્યાગી, સેવા ભક્તિ કર સદા,
નિત્ય પર ઉપકાર કર,એ જ સાચો ન્યાય છે,
ધર્મના નામે જુઓને,જગમાં ધતિંગો થાય છે…(3)
નમ્ર થઇને યાચું છું,હે સત સેવા ભક્તિ હે ‘સતાર’
મુજ હ્રદયમાં ભાવનાઓ,કાંઇ કાંઇ જાગી જાય છે,
ધર્મના નામે જુઓને,જગમાં ધતિંગો થાય છે….(4)
ધર્મના નામે જુઓને,જગમાં ધતિંગો થાય છે,
આ કળિયુગમાં પ્રપંચીને,ઢોંગી ફાવી જાય છે….

DAS SATTAR NA BHAJAN,SANTVANI DHAM,સંતવાણી ધામ ભજન સંતવાણી

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago