SANTVANI

DHARYU DHANI NU THAY – ધાર્યુ ધણીનું થાય

DHARYU DHANI NU THAY – GUJARATI BHAJAN LYRICS



ધાર્યુ ઘણીનું થાય – ગુજરાતી ભજન સંતવાણી -DHARYU DHANI NU

રચનાઃ દાસ સત્તાર શા


આ ભજનને અંહીથી સાંભળો ….

સ્વરઃ નારાયણ સ્વામી


DHARYU DHANI NU THAY – ધાર્યુ ધણીનું થાય – આ ભજન દાસ સત્તાર બાપુ રચવામાં આવેલું છે.જેમાં તેઓએ ક્હ્યુ છે કે આ દુનિયામાં જે કાંઇ બને છે ભગવાનની ઇચ્છાથી જ થાય છે.હમેંશા ધણીનું ધાર્યું જ થાય છે એટલે બીજી બધી ચિંતા મુકીને ફક્ત સત્ય કર્મ કરતો જા.બસ સેવક બનીને સમાજની સેવા કરવી અને પ્રભુ ભજન કરવું. ખુબજ ઉંડાણ પુર્વકની ટકોર સત્તાર બાપુએ અંહી માનવ સમાજ માટે કરી છે


ધાર્યું ધણીનું થાય પરંતુ,સત્ય કર્મ તું કરતો જા,

સેવક બનીને સેવા કરજે,ધ્યાન ધણીનું કરતો જા …. ટેક


તનથી મનથી વચનથી સાચી,સેવા કરજો ભાઇ,

સત્યમેવ જયતે આફર તો,એમાં શાની નવાઇ,

દયા ધર્મમાં નિશદિન રહેજે,નિડર થઇ વિચરતો જા ….સેવક બનીને…


યોગી તો પોતાનું કરતાં,ભક્ત તો દુઃખમાં દુઃખીયા,

સુખ દુઃખમાં છે સાથી સૌના,પ્રભુ નામમાં સુખીયા,

બે મારગ છે સમજુ શાણા,મન ભાવે તે કરતો જા ….. સેવક બનીને…..


મરવું તો જીવવાનું છોડો,જીવવું તો પછી મરવું શું,

સમજુ શાનમાં સમજી જાશે,જન્મ ધરીને કરવું શું,

દાસ સત્તાર કહે કર જોડી,ભવસાગરને તરતો જા …. સેવક બનીને …..


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો …

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM ,BHAJAN SANTVANI

AB NA BANI TO FIR KYA-અબ ના બની તો ફિર…


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago