Categories: GARBA

DHOLIDA DHOL DHIME DHIME-GUJARATI GARBA

DHOLIDA DHOLIDA DHOL DHIME DHIME…….GARBA IN GUJARATI LYRICS

ઢોલીડા ઢોલ  ધીમે ધીમે વગાડ ના……ગુજરાતી ગરબો-ભગવતીનો ગરબો


આ ગરબો અંહીથી સાંભળો.

સ્વરઃઅરવિંદ બારોટ – ભાવના રાણા


ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના,ધીમે વગાડ ના,

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના….


ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાયનાં,રમઝટ કહેવાયના, 

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના….


 પુનમની રાતડીને આંખડી ઘેરાયના,આંખડી ઘેરાયના,

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના….


 હો….ચમકતી ચાલ અને ઘુઘરીનો ઘમકાર,

હો….નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ,

ગરબે ઘુમતા માને કોઇથી પહોચાયના,કોઇથી પંહોચાયના,

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના….


 હો….વાંકડીયા વાળ અને ટીલડી લલાટ,

હો….મોગરાની વેણીમાં શોભે ગુલાબ,

નીરખી નીરખીને મારું મનડું ધરાયના,મનડું ધરાયના,

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના….


 હો….સોળે શણગાર સજી,અવની પર આજ ,

હો….પ્રેમનું આંજણ આંજી, આવી માડી છે આજ,

આછી આછી ઓઢણીમાં રૂપ માનું માય ના,તેજ માનું માય ના,

રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના….


ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના,ધીમે વગાડ ના,રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના….

આ ગરબાની MP3 FILEઅંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM ,GARBA NI RAMZAT

HE JAG JANANI HE JAGDAMBA


 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago