DHOON-TUNKU TACHUKADU NAM -ટુંકુ ટચુકડું નામ રામ
ગુજરાતી ધુન-ટુંકુ ટચુકડું નામ …… DHOON-TUNKU TACHUKADU
ટુંકુ ટચુકડું નામ રામ રામ રામ રામ બોલો,
રામ રામ બોલો રાધે શ્યામ શ્યામ બોલો…
રટો તમે હ્રદયથી ને ઉમળકાથી લેજો નામ,
અંતરમાં આપશે આરામ રામ રામ રામ રામ બોલો…
નામ છે નાનું ને મહિમા છે મોટો,
દુઃખડાએ કાપશે તમામ,રામ રામ રામ રામ બોલો…
આ રે અવસર છે રામ ભજવાનો,
પલમાં પુરણ કરે કામ રામ રામ રામ રામ બોલો…
ટુંકુ ટચુકડું નામ રામ રામ રામ રામ બોલો,
રામ રામ બોલો રાધે શ્યામ શ્યામ બોલો…