DUKHI THAYA DAHYA RE-GUJARATI BHAJAN

DUKHI THAYA DAHYA RE…..SANTVANI BHAJAN


દુઃખી થયા ડાહ્યા રે….દેશી ભજન

રચનાઃ શ્રી સવા રામ બાપા


દુઃખી થયા ડાહ્યા રે,
રમશો નહી કોઇ જુગટું ને જારી,
હવાલ તેવો થાશે રે,
ભલે હોય ભૂપત કે ભિખારી…(1)
શાણા હતાં ઘણાં કુંવર,
કુંતાના પણ સમો ન જોયો સંભાળી,
મુલક ગુમાવી બેઠા મુરખની સાથે,
નૃપતી તો હારી બેઠા નારી,
જુગટામાં જો જો રે સંપતિ ગુમાવી સારી…(2)
ઇન્દ્ર ચન્દ્ર અહલ્યાને અંજનિ,
જુઓ રમતા એ જારી,
ગૌત્તમ ઘરે ઇન્દ્ર ગુપ્ત છુપાણો,
તેદી મહિપતીની અકલ ગઇ તી મારી,
તુલસી ચારે તાક્યો રે ડા પણ દિધું ઘઇડમાં હારી…(3)
રાવણ સરીખા તો રણમાં રોળાણા ,
ધરણી પતિને દીધઓ ઢાળી,
બાદશાહી ગુમાવીને બહુ દુઃખ પામે,
એને કામે કર્યા તો ખુવારી,
ઇશ્કમાં અજાણે રે,લઇને ભાગ્યો નરપતિની નારી…(4)
પરાસુર જેવાને ધ્યાને નથી પાડ્યા,
નારદ થયા તા લાચારી,
દાસ સવો કહે,
પાડ્યા પાખરીયા એમાં શું કરે રૈયત બિચારી,
કોને જઇએ કેવા રે દેખત ભુલો દુનિયા સારી…(5)

EK DIN SHVASHA TARI – SANTVANI BHAJAN


SANTVANI DHAM,ગુજરાતી દેશી ભજન,સવારામ બાપાનાં ભજન


 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago