EJI TARA AANGANIYA PUCHI NE

DULA BHAYA KAG NU BHAJAN

BHAJAN:180

EJI TARA AANGNIYA PUCHI NE JE KOI…

દુલા ભાયા કાગનું ભજન

સંતવાણી ભજન

એ જી તારા આંગણિયા પુછીને જે કોઇ….

એ જી તારા આંગણીયા પુછીને જે કોઇ આવે રે,
આવકારો મીઠો આપજે રે હો…જી….
એ જી તારા કાને રે એ સંકટ કોઇ સંભળાવે રે,
બને તો થોડું કાપજે રે હો…જી…(1)
માનવી પાસે કોઇ માનવી ન આવે રે,
એ જી તારા દિવસો જોઇની ,દુઃખિયા આવે રે…આવકારો…(2)
કેમ તમે આવ્યા છો એમ નવ કે જે રે,
એ જી એને ધીરે ધીરે તું બોલવા દે જે રે…આવકારો…(3)
વાત એની સાંભળીને આડું નવ જો જે રે,
એ જી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે…આવકારો…(4)
‘કાગ’ એને પાણી પાજે , સાથે બેસી ખાજે રે,
એ જી એને ઝાંપા રે,એ સુધી તું મેલવાને જાજે રે…આવકારો…(5)
એ જી તારા આંગણીયા પુછીને જે કોઇ આવે રે,
આવકારો મીઠો આપજે રે હો…જી….
એ જી તારા કાને રે એ સંકટ કોઇ સંભળાવે રે,
બને તો થોડું કાપજે રે હો…જી…

SANTVANI DHAM,BHAJAN LYRICS IN GUJARATI,ભજન સંતવાણી ગુજરાતી ,કાગવાણીના ભજનો

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago