EK DIN SHVASHA TARI – GUJARATI BHAJAN LYRICS
એક દિન શ્વાસા તારી – સંતવાણી ભજન
કવિશ્રી લાલ
એક દિન શ્વાસા તારી દોરી તૂટવાની,
પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની…. ટેક
કાયા રાણી તારી કાગળ ની કોથળી,
ફુલાઈને ઈ તો પવન થી ભરેલી,
કાળના ઝપાટે ઈ તો નક્કી ફૂટવાની….. પ્રભુ પાસે જઈને….
ખાવાપીવામાં જીવ મોજ મજા માણી,
મારા તારામાં આયુષ્ય ગુમાવી,
એમ તો ચોર્યાસી તારી નથી મટવાની…. પ્રભુ પાસે જઈને….
સ્વારથ સાથે તારે પિત્ બંધાણી,
અંતમાં થવાનું છે સર્વે ધૂળધાણી,
અહીંની કમાણી તારી અહીં રહેવાની…. પ્રભુ પાસે જઈને…
લાલ કહે ઓ જીવ અભાગી,
હરીને ભજીને થા તું બડભાગી,
સતની કમાણી તારી સાથે આવવાની…. પ્રભુ પાસે જઈને….
GUJARATI SANTVANI LYRICS,BEST GUJARATI BHAJAN SONG
GUJARATI GAZAL SONG – HAM TO ASHIK