BHAJAN

EKAGR CHITT KARI SAMBHALO-એકાગ્ર ચિત્ત કરી

EKAGR CHITT KARI SAMBHALO PANBAI – DESHI GUJARATI BHAJAN


એકાગ્ર ચિત્ત કરી સાંભળોને પાનબાઇ – ગંગાસતીનાં ભજન

રચનાઃ ગંગાસતી


EKAGR CHITT KARI SAMBHALO – આ ભજન ભક્ત કવિયત્રી ગંગાસતી દ્વારા રચાયેલ છે,જેમાં તેઓ પાનબાઇને ઉદ્દેશીને આજ જગતને એક શીખ આપવાનો પ્રયત્ન કર્યો છે.એમાં કહ્યું છે કે એકાગ્ર ચિત્ત ભગવાનમાં કરો ,તો હું તમને એક મોટો ભગવદ પરંપરાનો ઇતિહાસ કહી સંભળાવું.જેમાં એક અલગ જ આવિરત હરી ભજનનો આનંદ રહેલો હોય છે.જે હરી ભજનમાં પોતાનાં ચિત્તને પરોવી દે છે,તેની તોલે કોઇ આવતું જ નથી.અને તેનો મહીમા અપરંમપાર હોય છે.


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃ ભારતીબેન વ્યાસ


એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઇ,

મોટો કહું ચું ઇતિહાસ રે,

એ ઇતિહાસને સાંભળશો ત્યારે,

પ્રગટશે પૂર્ણવિશ્વાસ ……. ટેક …….


મનવાણીથી પરની વૃત્તિ જેણે,

મોહજીત એવું એનું નામ,

ભજન કરે આઠે પહોર હરીનું,

લે છે નિરંતર નામ …. એકાગ્ર ચિત્ત …..


વેદ કરે છે જેના વખાણ,

ને જે ખોજ્યો ન આવે હાથ,

બેહદની જેણે ભક્તિ કીધી,

એ રમી રહ્યો તેની સાથ …… એકાગ્ર ચિત્ત ……


મળ વિક્ષેપ જેના મટી ગયા,

ટળી ગયા દૂબજાના ડાઘ,

ગંગાસતી એમ બોલિયા પાનબાઇ,

એવાને પ્રગટે વૈરાગ્ય ….. એકાગ્ર ચિત્ત ……


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


PRACHIN GUJARATI BHAJAN MP3,DESHI BHAJAN LYRICS

MAN KARI LE VICHAR – મન કરી લે વિચાર


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago