EVA DHUP NA DHUMADE VELA AVAJO -RAMAPIR NI ARATI
એવા ધૂપનાં ધુંમાડે વેલા આવજો … ભજન -આરતી
રચનાઃ હરજી ભાટી
આ ભજન આરતીને અંહિથી સાંભળો.
સ્વરઃહરસુખ ગીરી ગોસ્વામી
એવા ધૂપનાં ધુમાંડે વેલા આવજો,
આરતી રે ટાણે વેલેરા આવજો…
આવજો આવજો અજમલના કુંવર રે,
રણુજાનાં રાજા …ટેક
એવા પિતા અજમલજી કાગળ મોકલે,
વિરમદેવજી જુવે તમારી વાટ રે,
રણુજાનાં રાજા …. આરતી રે ટાણે …
એવા માતા રે મિનળ દે કાગળ મોકલે,
સગુણા બેની જુએ તમારી વાટ રે ,
રણુજાના રાજા …. આરતી રે ટાણે …
એવા ડાલી બાઇ દિલાસા મોકલે,
હરજી ભાટી જુવે તમારી વાટ રે,
રણુજાના રાજા …આરતી રે ટાણે …
આ ભજનને અંહિંથી ડાઉનલૉડ કરો..
MP3 FILE : 3.88 MB
SANTVANI DHAM ,BHAJAN SANTVANI GUJARATI
VOHI MERA SHYAM HAI – વોહી મેરા શ્યામ હૈ …