Categories: BHAJANSANTVANI

EVA DORANGA BHELA RE NAV BESI YE RE…

BHAJAN – SANTVANI IN GUJARATI

BHAJAN LYRICS

EVA DORANGA BHELA RE NAV BESI YE

ભજન-54

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….

એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ

એ જી એમાં પત રે પોતાની જાય રે હાં

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….

 

ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી

ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….

 

ઘડીકમાં રંગ ચડેઘડીકમાં ઊતરે રે જી

અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….

 

ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી

ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….

 

કામીક્રોધી ને લોભીલાલચુ રે

એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….

 

દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી

ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….

 

એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ

એ જી એમાં પત રે પોતાની જાય રે હાં

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….

ભજન-સંતવાણી,ગુજરાતી ભજન,દાસી જીવણનાં ભજનો,SANTVANIDHAM,BHAJAN

DHAN GURU DEVA MARA (ધન ગુરૂ દેવા મારાં) 

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago