BHAJAN

EVA SADAGURU JENA SACHA-BHAJAN LYRICS

EVA SADAGURU JENA SACHA RE – GUJARATI BHAJAN LYRICS


એવા સદગુરૂ જેના સાચા રે – સંતવાણી ભજન ગીત

રચનાઃ દાસ સત્તાર


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃપરસોત્તમ પરી


એવા સદગુરૂ જેના સાચા રે,

એ તો સૌને એક સરખા ગણે,

એવી સાચી જેની વાચા રે,

એ મુખથી કદી જુઠુના ભણે ….એવા સદગુરૂ …


કોઇ બ્રાહ્મણ કોઇ વાણીયા કોઇ સૈયદને શેખ,

જ્ઞાને કરીને જોઇ લ્યો આત્મા સૌનો એક,

એવી નાત પડી જુદી રે માતા સૌને એક સરખા જણે ….. એવા સદગુરૂ …


જ્યાંથી  હિન્દુ આવીયા ત્યાંથી મુસલમાન,

ત્યાંથી યહુદી પારસી ત્યાંથી કિરસ્તાન,

અજ્ઞાનીને મન જુદા રે જ્ઞાની કોને જુદા ગણે ….. એવા સદગુરૂ …..


મેતાજીએ શિખવ્યું એકડે એક તો એક,

બગડે બેથી બગડી ગઇ એકમાંથી બન્યા અનેક,

એક પ્રભુ છે એમ જાણો રે તમે ભક્તિ કરો શાંત પણે ….. એવા સદગુરૂ …


વટાલ શબ્દનો અર્થ ન જાણે કહે કે વટલાઇ જાશું ભાઇ,

બ્રાહ્મણનાં ઘરે ભંગી વટલે એ ક્યાંની નવાઇ,

ભેદ એવો ઊંડો રે રસ્તો છે બહુ દૂર ઘણે ….. એવા સદગુરૂ ….


કડવું ઓસડ જેમ રોગને કાપે એમ અજ્ઞાનને કાપે જ્ઞાન,

દાસ સત્તાર કહે સમજાવી સમજો ચતુર સૂજાણ,

કાયર થઇને શું બેઠા રે શૂરવીર થઇને આવો રણે …. એવા સદગુરૂ ….


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો….

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM , BHAJAN GUJRATI,BEST BHAJAN LYRICS

MERA KHALAKA BHARI DE – મેરા ખલકા ભરી દે


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago