SANTVANI

EVA GURU NA SHABDE VICHARI- BHAJAN LYRICS

EVA SADGURU NA SHABDE-SANTVANI BHAJAN


એવા ગુરૂના શબ્દે વિચારીને – ભજન સંતવાણી

રચનાઃ રવિ સાહેબ


એવા ગુરુના શબ્દે વિચારીને ચાલવું,

હેતે પ્રીતે લેવું હરિનું નામ…. ટેક


પૂર્વ જન્મની વાતો તું ભૂલી ગયો,

ક્યાંથી આવ્યો કોણ તારી જાત,

બાજીગરે બાજી રચી છે કારમી,

ભુલવણી માં ભૂલી ગયો તારી વાત….. એવા ગુરુના શબ્દે……


નવ નવ મહિના ઉંધે મસ્તક ઝૂલતો,

કરતો પ્રભુની સાથે વાત,

તારી ભક્તિ નહીં ભૂલું હું ભુદરા,

બાર આવી લાગી માયા ની લાત….. એવા ગુરુના શબ્દે……


નવ લાખ અવતાર લીધા નીરમાં,

દસ લાખ પંખી પરિવાર,

અગિયાર લાખ લીધા કરમકિટમાં,

વિસ લાખ થાવરમાં વિસ્તાર……. એવા ગુરુના શબ્દે…..


ત્રીસ લાખ અવતાર પશુ પાંભર પરવર્યો,

ચાર લાખ અલ્પ માનવને પેટ,

લખ રે ચોર્યાસીનો જીવ તું બહુ ફર્યો,

ભૂલ્યો ભક્તિ તો જાશ પાછો હેઠ….. એવા ગુરુના શબ્દે…..


મરી મરીને ચેતન બહુ અવતર્યો,

હવે મળ્યો મનુષ્ય અવતાર,

જો ભક્તિ કરી નહીં પરી બ્રહ્મની,

ગુરુ સેવ્યા વિના પડી મુખમાં ધૂળ…..એવા ગુરુના શબ્દે…..


ગરજે ગગનની અખંડ જ્યોતિ જળ હળ,

સહેજે મળ્યો ગુરુજીનો સંગ,

ભાણને પ્રતાપે ખીમ રવિ સહી કર્યા,

મળ્યા છે અટલ પુરુષ અભંગ….. એવા ગુરુના શબ્દે……


સંતવાણી ભજન,ભજન ગીત ગુજરાતી,SANTVANI BHAJAN

APARAM PAR PRABHU – અપરમ પાર પ્રભુ અવગુણ


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago