EVA VAYAK RE AAVYA – GUJARATI BHAJAN LYRICS

EVA VAYAKE RE AAVYA RE GARAVA DEV NA… BHAJAN SANTVANI


એવા  વાયક રે આવ્યા રે ગરવા……ભજન ગીત

રચનાઃ સતી તોરલ


અને બીજ દિન થાવર વાર,
એવા વાયક રે આવ્યા રે ગરવા દેવના રે જી..
દીપકિયા વીરા વેલડીયું શણગાર,
એવા  દિન રે ઉગે રે મેવાડ પહોંચવું…

 એવા દરવાની વીરા દરવાજા ઉઘાડ,

એવા અમારે જાવું રે મંડપમાં માણવા….
અને કુચીયું કાંય રાજને દરબાર,
એવા દિન રે ઉગે રે તાળા ઉઘડે…
એવો સતી તોરલે કર્યો અલખનો આરાધ,
એવી વગર રે કુંચી રે તાળા જોને ઉઘડા…
અને ગત ગંગા તમને કરું શું રે પ્રણામ,
તમે રે આવ્યા ને જેસલ કેમ ન આવ્યા….
અરે પીરને પડ્યા છે ઘરના કામ,
એવા અમને વળાવી પીર પાછા વળ્યા…..
હવે પંડિતજી તમને પૂછું એક વાત,
આજે જ્યોતું રે પીરની કેમ ઝાંખી બળે રે…..
સતી તમે સુજાણ છો નાર,
એવા સ્વર્ગના સામૈયા જેસલ લઇ વર્યા…..
સતીએ માંડ્યો સોનૈયો પાટ,
એવા મોતીડે અલખધણીને વધાવીયા…..
એને દિપડીયા વીરા વેગે વેલડી હાંક,
આજે જલદી અંજાર શહેરમાં પહોંચીયે…..
આજ ઝાંખા લાગે  અંજાર શહેરના ઝાડ,
એવો ઝાંખો રે લાગે રે પીરનો ઢોલીયો….
વીરા ગોવાળીયા તને પૂછું એક જ વાત,
જેસલ ને સમાણે કેટલાં દિન હુવા હો….
સતી તમે છો જાણ સુજાણ,
આજ જેસલને સમાણે ત્રણ દિન હુવા હો….
ઝાંખી દિસે કાંય ચોરાને ચોપાટ,
એવો ઝાંખો રે દિસે રે પીરનો ડાયરો…..
એ ધરતી માતા આમને દયો ને મારગ,
એવા અમારેને પીરજીને છેટા પડ્યા રે….
સાધુ ચાલ્યા કાંય કાશીને કેદાર,
એવો તોરલે ગાયો હરીનો ઝુલણો…..

SADHU NE SANYASI RE – GUJARATI BHAJAN


SANTVANI DHAM , GUJARATI BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago