GUJARATI BHAJAN LYRICS
SANTVANI BHAJAN
EVI PYALI PIDHI MARA SATGURU NI
ભજન-36
એવી પ્યાલી પીધી મારા સતગુરૂની સાથે..
એવી પ્યાલી પીધી મારા સતગુરૂની સાથે રે,
એક મારી પ્રીત બંધાણી મારા સતગુરૂની સાથે રે….એવી પ્યાલી
પ્રેમે સતગુરૂ મુજને મળિયા,
મારો સફળ થયો જનમારો રે,(2)
હું ગાંડી કે દુનિયા ગાંડી ,
જ્ઞાની કોઇ વિચારો રે….એવી પ્યાલી….
જોવું હોય તો સ્વામીનાં સુખને,
બેની પરણો આ વચન પ્રમાણે રે (2)
શું જાણે ઓલી કુંવારી કન્યા,
એ તો મૈયરીયું વખાણે રે…એવી પ્યાલી….
સ્વામીજીનાં સુખને બેની,
ઓલી પરણેલી હોય એ તો જાણે (2)
દાસ સતાર સતગુરૂનાં ચરણે,
ઓલી પરણેલી મોજો માણે રે…એવી પ્યાલી ..
સંતવાણી-ભજન,SANTVANI DHAM,SANTVANI,BHAJAN LYRICS
Santvani Dham – ren pade jab rove