EVI PYALI PIDHI ME-SANTVANI BHAJAN

EVI PYALI PIDHI ME TO…. – GUJARATI BHAJAN


એવી પ્યાલી પીધી મેં તે… ગુજરાતી ભજન ગીત

રચનાઃ દાસ સત્તારશા


click to download mp3


એવી પ્યાલી મેં તો પીધી રે મારા સદગુરૂને હાથે,

પીતાં મારે પ્રીત બંધાણી મારા પ્રીતમવર સંગાથે…એવી પ્યાલી (1)


 પ્રેમ તણી લાગી છે અગ્નિ પ્રગટી હાડો હાડ રે ,

અણસમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણીને કાઢે રે…એવી પ્યાલી (2)


 પ્રેમે સદગુરૂ મુજને મળીયા સફળ થયો જન્મારો રે,

હું ગાંડી કે દુનિયા ગાંડી જ્ઞાની આપ વિચારે રે…એવી પ્યાલી (3)


 સ્વામીના તો સુખને બહેની પરણેલી સ્ત્રી જાણે,

શું સમજે કુંવારી કન્યા એ તો પિયરિયુ વખાણે રે…એવી પ્યાલી (4)


દાસ સત્તાર સદગુરૂ પ્રતાપે પરણી મોજું માણો રે,

જોવું હોય પિયુનું સુખ તો પરણો વચન પ્રમાણે રે…એવી પ્યાલી (5)


હમેં નિજ ધર્મ પર ચલના – ભજન સંતવાણી


GUJARATI BHAJAN LYRICS PDF,SANTVANI DHAM


 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago