KRISHNA DHOON
DHOON:23
GAMATU NATHI GAMATU NATHI…
ગોપી ભજન-ધુન
ધુન – સંતવાણી
ગમતું નથી ગમતું નથી ગોપીને શ્યામ વિના…..
ગમતું નથી ગમતું નથી, ગમતું નથી રે,
ગોપીઓને શ્યામ વિના ગમતું નથી રે….
ગાય દોહવા દેતી નથી,ખીલે બાંધી રહેતી નથી,
મોમા તરણું લેતી,તોય કોઇ ને કહેતી નથી,
આંખમાંથી આંસુ બંધ કરતી નથી રે….ગોપીઓને શ્યામ…
બોલતી નથી ચાલતી નથી,રાઘા સામું જોતી નથી,
નાચતી નથી,ગાતી નથી,રાસે આજ રમતી નથી,
મનમાંથી કૃષ્ણ નામ છોડતી નથી રે….ગોપીઓને શ્યામ….
ગમતું નથી ગમતું નથી, ગમતું નથી રે,
ગોપીઓને શ્યામ વિના ગમતું નથી રે….
SANTVANI DHOON,SANTVANI DHAMસંતવાણી સત્સંગ,હ્રદય થી ગવાતી ધુન