BHAJAN

GANESH VANDANA – GUJARATI BHAJAN LYRICS

GANESH VANDANA -જમા જાગરણ કુંભ સ્થાપાયો

જમા જાગરણ કુંભ સ્થાપાયો મળ્યા જતીને સતી,

ગરવા પાટે પધારો ગણપતિ …..

નિજીયા પંથી મંડપ રોપ્યો,

ધરમની ધજા ફરકતી,

ગત ગંગા આરાધે દાતા,

નર નારી એક મતિ ,

ગરવા પાટે પધારો ગણપતિ …..

વેદ ભણતા બ્રહ્માજી આવ્યાં,

સંગે માતા સરસ્વતિ,

કૈલાસથી ભોળાનાથ પધાર્યા,

સંગે પાર્વતી સતી ,

ગરવા પાટે પધારો ગણપતિ …..

તેત્રિસ કોટી દેવતા આવ્યા,

આવ્યા લક્ષ્મી પતિ,

બાવન વીરને ચોસઠ જોગણી,

આવ્યા હનુમો જતી,

ગરવા પાટે પધારો ગણપતિ …..

નવનાથને સિદ્ધ ચોર્યાસી,

આલવ્યાં ગોરક્ષ જતી,

પોકરણ ગઢથી પીર રામદે પધાર્યા

બાર બીજના પતિ,

ગરવા પાટે પધારો ગણપતિ ……

કેશવ તમને વિનવે સ્વામી,

મંગળ કરો મુરતી,

ધુપ દિપને ઝળહળ જ્યોતી,

ઉતારું તમારી આરતી ,

ગરવા પાટે પધારો ગણપતિ….

SANTVANI BHAJAN LYRICS -સબસે ઊંચી પ્રેમ સગાઇ

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago