GAZAL GUJARATI -વહેમ ભુલી પ્રેમમાં
વહેમ ભુલી પ્રેમમાં – GAZAL GUJARATI
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું,
સત્ય અહિંસક શસ્ત્રધારી,શુર થાતો જાઉં છું …. ટેક
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું,
પ્રેમ પંથે ચાલતાં,આતમ બને પરમાત્મા,
એ વિચાર વહેમથી , હું દુર થાતો જાઉં છું,
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું …. (1)
પ્રેમ મય પ્રભુનાં, નામની માળા જપું,
ભક્તના ઉપનામથી , મશહુર થાતો જાઉં છું,
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું,
એક સતના નૂરથી ,વિશ્વની છે ઉત્પત્તિ,
નૂરમાં લય થાઉં છું ને , નૂર થાતો જાઉં છું ….
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું,
છે અમીમય આંખડી,સદગુરૂની “સત્તાર શા”
એમની નજરોમાં હું , મંજુર થાતો જાઉં છું ….
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું,