વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું,
સત્ય અહિંસક શસ્ત્રધારી,શુર થાતો જાઉં છું …. ટેક
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું,
પ્રેમ પંથે ચાલતાં,આતમ બને પરમાત્મા,
એ વિચાર વહેમથી , હું દુર થાતો જાઉં છું,
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું …. (1)
પ્રેમ મય પ્રભુનાં, નામની માળા જપું,
ભક્તના ઉપનામથી , મશહુર થાતો જાઉં છું,
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું,
એક સતના નૂરથી ,વિશ્વની છે ઉત્પત્તિ,
નૂરમાં લય થાઉં છું ને , નૂર થાતો જાઉં છું ….
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું,
છે અમીમય આંખડી,સદગુરૂની “સત્તાર શા”
એમની નજરોમાં હું , મંજુર થાતો જાઉં છું ….
વહેમ ભુલી પ્રેમમાં ,ભરપુર થાતો જાઉં છું,
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…