Categories: BHAJANSANTVANI

GHADVAIYA MARE THAKORJI- ઘડવૈયા મારે ઠાકોરજી

GHADVAIYA MARE THAKORJI- ઘડવૈયા મારે ઠાકોરજી

GHADVAIYA MARE THAKORAJI NATHI THAVU…..

શુરવીરોને અંજલી આપતું ભજન-ગુજરાતી સંતવાણીની ઝલક

GHADVAIYA MARE –ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું……

CLICK TO – KAVI KAG NA DOHA – કાગ બાપુનાં દુહાઓ

ઘડ ધિંગાણે  જેના માથા મશાણે એવા,
પાળિયા થઇને  પુજાવું રે,
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…..
હોમ હવન કે જગન જાપથી,
મારે નથી પધરાવું,
બેટડે બાપનાં મોઢા ન ભાળ્યાં એવાં,
કુમળા હાથે ખોડાવું રે….
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…..
પીળા પિતાબંરને ઝરકશી જામા એવાં,
વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા,
સિંદુરે ચોપડાઇ જાવું રે….
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…..
ગોમતીજી કે ભાઇ જમનાજીના એવા,
નીર ગંગામાં નથી નાવું,
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના,
ઉના આંસુડે મારે નાવું રે….
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…..
બીડ્યા મંદિરીયામાં બેસવું નથી મારે,
વન વગડામાં જાવું,
શુરા શહિદોની સંગાથમાં મારે,
પાળિયા થઇને પૂજાવું રે….
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…..
કપટી જગના કુડા રે રાગમાં,
ફોગટ નથી રે ફુલાવું,
મદડાં બોલે એવા સિંધુંડા રાગથી,
શુરાપુરા થઇને સરજાવું રે….
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…..
મોહ ઉપજાવે એવી મુરતીયુંમાં મારે,
ચિતારા નથી ચિતરાવું,
રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં હવે,
દાદલ ઝાઝું શું રંગાવું રે….
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…..
SANTVANI BHAJAN LYRICS,BHAJAN NI DUNIYA,કવિ દાદની રચના
SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago