MATAJI NI CHARAJ

GUJARATI BHAJAN-CHARAJ-RAVRAY MA NO CHHAND….

GUJARATI BHAJAN LYRICS

CHARAJ BHAJAN-132

RAVRAY MA NO CHHAND

ભજન-ચરજ

રવરાય મા નો છંદ….

તું હાલ્યને ઝટ હોય ત્યાંથી,કહું છું ઉગતા દને,
વાટું નિહાળે વાવડે મા, તલખતાં છોરું તને,
ઊભી ન રહેજે એક ઘડીયે,ધાબળી લઇ ધોડજે,
રવરાય લાજું રાખવા,અણ વખત વહેલી આવજે….(1)
ભુલાં પડ્યાં ભવસાગરે મા, ગળા લગ ડૂબી ગયાં,
છેટાં પડ્યાં તું થી જનેતા,આંખથી અણદીઠ થયાં,
લાંબા કરી કર લોબડી,તત ક્ષણ બધાંને તારજે,
રવરાય લાજું રાખવા,અણ વખત વહેલી આવજે…..(2)
તું સોડ્ય તાણીને સૂઇ ગઇ કે, ઘેનમાં ઘેરાય ગઇ,
પાપણ ચડ્યાં કંઇ પડળ કે,માં ગઢપણે લેવાય ગઇ,
તોય લાકડી ટેકો લઇ, ઉતાવળી ઝટ આવજે,
રવરાય લાજું રાખવા,અણ વખત વહેલી આવજે…..(3)
જે આંગણા જોવા ન તાં,ત્યાં જાચવા જાવું પડ્યું,
જે કર્મ નહોતું પૂર્વજોનું, તોય હા કરવું પડ્યું,
અકર્મ અને અવિચાર માંથી,માવડી મૂકાવજે,
રવરાય લાજું રાખવા,અણ વખત વહેલી આવજે…..(4)
તાર લાગ્યો તુજથી એ, કદીએ નવ તૂટજો,
સાગર ભલે સોષાય,ઝરણાં-પ્રેમના નવ ખૂટજો,
કહે ‘દાદ’ છોરું માતાનાં છે, સબંધ તે સંભારજો,
રવરાય લાજું રાખવા,અણ વખત વહેલી આવજે…..(5)

MATAJI NI STUTI,GUJARATI BHAJAN,SANTVANI DHAM   

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago