Categories: BHAJANSANTVANI

GUJARATI BHAJAN LYRICS -ASHA KARU CHHU

GUJARATI BHAJAN LYRICS – ASHA KARU CHHU APANI…


ભજન સંતવાણી-આશા કરું છું આપની……

રચનાઃ નારાયણ સ્વામી


GUJARATI BHAJAN LYRICS – ASHA KARU CHHU APANI…આ ભજનની રચના સંતવાણીના આરાધક શ્રી નારાયણ સ્વામી બાપુએ કરી છે,જેમાં સંત શિરોમણી બજરંગદાસ બાપાને વિંનતી કરતું આ એક ભજન છે.આ ભજનમાં બજરંગદાસ બાપાનાં વ્યક્તિત્વને આપણી સામે લાવવાનું કામ કર્યું છે.


આ ભજનને અહીંથી સાંભળો.

સ્વરઃ નારાયણ સ્વામી


આશા કરું છું આપની,અન્ય કોઇ ઇચ્છા નહીં,

કળી કાળમાં કૃપા વિના,મુક્તિ મળે નહીં…આશા કરું છું (1)


શરણે ગયા જે સેવકો,એને ઉગારતાં,
ષડરિપુ જો સતાવે તો, એને મારતાં,

બગદાણામાં બિરાજતાં, બીજે મળે નહીં…આશા કરું છું (2)


મેરૂ સમ મહાન જે,ધીરજ ધરી રહ્યાં,
ઇચ્છાઓને અળગી કરી,બ્રહ્મમાં ભળી ગયાં,

મદ મોહ કામ ક્રોધથી,કદીયે ડરે નહીં…આશા કરું છું (3)


વાતો વચન વિવેકની,મુખથી કરે ઘણાં,
વર્તનમાં એકે નહીં,તો વાણી થઇ ફનાં,

બાપા એ બૃદ્ધિ આપજો,જે કોઇને નડે નહીં…આશા કરું છું (4)


પ્રથમ પ્રભુનું નામ જે, વિશ્વે વિચારીએ,
બાપા કહે સૌ પ્રથમ,એને સંભારીયે,

દુઃખ દર્દ એના નામથી,નડતર કરે નહીં…આશા કરું છું (5)


ચતુરાઇ હવે શું કરૂં,કવિતા કરી નથી,
અંતરથી ઉપજાવીને,આપી છે શુભ મતિ,

મારી વૃત્તિ તુજ ચરણથી,પાછી ફરે નહીં….આશા કરું છું (6)


સત સેવાને સત્સંગથી,સુધરે ઘણાં અંહી,
નારાયણ નિત જપ્યા થકી,જીવ પામે શુભ મતિ,

બજરંગ વાલા રામને,સંશય જરી નહીં….આશા કરું છું (7)


આશા કરું છું આપની,અન્ય કોઇ ઇચ્છા નહીં,

કળી કાળમાં કૃપા વિના,મુક્તિ મળે નહીં…આશા કરું છું 


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM,BHAJAN GUJARATI LYRICS

MERA KHALAKA BHARI DE – મેરા ખલકા ભરી દે


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago