Categories: SAKHISANTVANI

GUJARATI BHAJAN – SANTVANI SAKHI…..

SANTVANI GUJARATI

SAKHI – 07

 

સાખીઓ

01.
ખારા જળની માછલી, મીઠામાં મરી જાય,
ખાસે કૂતરું ખીર તો,ઉલટી ઓચિંતી થાય.
02.
આણંદા કે કરમાણંદા,સૌથી ભલો સંપ,
કારી છીપરમાં જેમ તડ પડે,એમાં ઉગે લંપ.
03.
આણંદા કહે કરમાણંદા, માણસે માણસે ફેર,
એક લાખો દેતા ન મળે,અને બીજા ત્રાંબિયાના તેર.
04.
ભગતી ભગતી સબ કહે,ને ભગતી ભગતીમાં ફેર,
એક ભગતી અજબ હૈ,બીજી ત્રાંબિયાની તેર.
05.
મન મેલા તન ઉજલા,બગલા કપટી અંગ,
તાસે તો કૌઆ ભલા,તન મન એક હી રંગ.
06.
કશું ન નિપજે એકથી, ફોકટ મન ફુલાય,
કમાડ ને તાળું મળી,ઘરનું રક્ષણ થાય.
07.
કદમ અસ્થિર હોય એને  કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફિરને હિમાલય પમ નથી નડતો.
08.
લાખો અંહિ ચાલ્યા ગયા,લાખો બીજે ચાલ્યાં જશે,
માટી તણી આ જિંદગી,માટી માંહી મળી જશે.
09.
નામ લિયા જિન સબ લિયા,સબ સાશન કો ભેદ,
બિના નામ નરકે ગયે,પઢી ગુની ચારો વેદ.
10.
શબ્દ કે મારે મર ગયે,અને શબ્દે છોડી દીધા રાજ,
જેણે જેણે શબ્દ વિચાર્યા,એના સુધરી ગયા સરવે કાજ.

GUJARATI SANTVANI BHAJAN,SANTVANI DHAM


 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago