Categories: GAZALGEET

GUJARATI GAZAL – DIVASO JUDAI NA JAY CHHE…..

GUJARATI GAZAL

GAZAL-07

DIVASO JUDAI NA JAY CHHE

 

 

ગઝલ

દિવસો જુદાઇના જાય છે……

દિવસો જુદાઇના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલી લઇ જશે,
મુજ શત્રુઓ સ્વજન સુધી…દિવસો જુદાઇનાં (1)
ન ધરા સુધી ન ગગન સુધી,
નહીં ઉન્નતિનાં પતન સુધી,
અહીં આપણે તો જવું હતું,
બસ એકમેકના મન સુધી….દિવસો જુદાઇનાં (2)
તમે રાંકના છો રતન સમા,
ન મળો એ આસુંઓ ધૂળમાં,
જો અરજ કબુલ હો આટલી,
તો હ્રદયથી જાઓ નયન સુધી…..દિવસો જુદાઇનાં (3)
તમે રાજ રાણીના ચીર સમ,
અમ રંક નારની ઓઢણી,
તમે સંગ રહો ઘડી બે ઘડી,
અમો સાથ દઇએ કફન સુધી…..દિવસો જુદાઇના (4)
છે અજબ પ્રકારની જિદંગી,
કહો એને પ્યારની જિદંગી,
ન રહી શકાય જીવ્યા વિના,
નટકી શકાય જીવન સુધી….દિવસો જુદાઇનાં (5)
હજુ પાથરી ન શક્યો સુમન,
પરિમલ જગતના ચરણ સુધી,
ન ધરાની હોય જો સમતિ,
મને લઇ જશો ના ગગન સુધી…..દિવસો જુદાઇનાં (6)
જો હ્રદયની આગ વધી ગની,
ખુદ ઇશ્વરે કૃપા કરી
કોઇ શ્વાસ બંધ કરી ગયો,
કે પવન ન જાય અગન સુધી…..દિવસો જુદાઇનાં (7)

SANTVANI DHAM

GAZAL GUAJARTI

 

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago