GUJARATI GAZAL SONG -નઝીરની ગઝલ
સુમધુર ગઝલ – GUJARATI GAZAL SONG
હું હાથને ફેલાવું,
તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે,
એ વાત મને મંજુર નથી … ટેક
તુજ ઝુલ્મ સિતમની વાત સુણી,
દીધા છે દિલાસા દુનિયાને,
હું ક્રુર જગતને સમજ્યો તો,
પણ તારા જેવો ક્રુર નથી ….. હું માંગુને ….
આ ખુલી આંખ હોવા છતાં,
એ પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરોબર છે,
બે નુર છતાં એમાં નુર નથી. … હું માગુને …..
જે દિલમાં દયાને સ્થાન નથી,
ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની,
નાઝીરને કશીયે જરૂર નથી …. હું માંગુ ને ….