SANTVANI SAKHI
SAKHI:31
ADHI AKSHAR KO MANTRA
ગુજરાતી સાખીઓ
સંતવાણી – ભજન સાખીઓ
અઢી અક્ષર કો મંત્ર….
અઢી અક્ષર કો મંત્ર,પ્રથમ પ્રહલાદે જાણ્યો,
તારાદે,રોહિદાસ,રાજા હરીશ્ચદ્રે વખાણ્યો….(1)
પાંડવ પાંચ ભાઇ,દ્રોપદી સતીયે માણ્યો,
બળી થયા બે હાલ,તોય પુરો ન પરમાણ્યો….(2)
ગોપીયું થઇ ગુલતાન,ન ગણી લાભ કે હાણો,
મીરાં મનમાં મુસકાય,ખડક રાણાએ તાણ્યો…(3)
ધ્રુવ પ્રહલાદને અમિરસે,તપાસી લીધો તંતને,
દાસ સવો દિલ સત્ કહે,બલિહારી એવા સંતને….(4)