SANTVANI SAKHI
SAKHI – 26
BHAJAN SAKHI
સાખીઓ
ગુજરાતી સાખીઓ
સંતોની સાખીઓ
(1)
સિંહ કો સિંહ જબ સિંહ સદગુરૂ મિલે,
નિરખલે પરખલે અપના સ્વરૂપ,
તું કૌન કિસી માંહી સમાના,
જીવ હી બ્રહ્મ હૈ, બ્રહ્મ હી જીવ હૈ,
જીવ ઔર બ્રહ્મ કો એક જાના.
કહે કબીર ગુરુ જ્ઞાન સે સમજલે,
વારહી ચીન્ય તો પાર જાના.
(2)
પ્રેમ વિના પાવે નહિં,બલે હુન્નર કરે હજાર,
કહે પ્રિતમ પ્રેમ વિના,નહિં મળે નંદ કુમાર.
(3)
ભુલતા ભુલતા ભુલ ઐસી પડી,
આપકે સ્વરૂપ કો નહીં જાન્યા,
જ્ઞાન વિચાર વિવેક વિણ ભુલિયા,
સિંહ કા રૂપ લે ભેળ માન્યા.
(4)
પ્રેમ પ્રેમ સબ કોઇ કહે,પ્રેમ ન જાને કોઇ,
સ્વારથ રહિત નીડર રહે,પ્રેમ ભિના જો કોઇ.
(5)
ઊંબરા તો ડુંગરા થયા,પાદર થયા પરદેશ,
દાંત તો બધા પડી ગયા,ધોળા થઇ ગયા કેશ.
(6)
નથી મળતો પ્રેમ, વાડીમાં પાણી પાતાં,
નથી મળતો પ્રેમ, તેલ ચોડવાથી તાતાં.
(7)
નથી મળતો પ્રેમ, ગાંધી દોશીની હાટે,
નથી મળતો પ્રેમ, ગોતતા વાટે ને ઘાટે.
(8)
નથી મળતો પ્રેમ, તમે ગુજરી જુઓ ગામો ગામની,
કહે નરભેરામ પ્રેમ, પુરો મળે કૃપા હોય ઘનશ્યામની.
SANTVANI BHAJAN,GUJARATI SAKHI LYRICS,SANRVANI DHAM