HARBHUJI NE HAIYE HARAKH APAR – SANTVANI BHAJAN GUJARATI
ઘોડલા ચરંતા રે દિઠા રામાપીર – સંતવાણી ભજન
રચનાઃ હરજી ભાઠી
HARBHUJI NE HAIYE HARAKH – આ ભજન રામદેવપીરને સમર્પિત છે.જેમાં હરજી ભાઠીને એવા સમાચાર મળે છે કે રામદેવજી મહારાજે સમાધિ લઇ લીધી છે,ત્યારે હરભુજીને ખુબ દુઃખ થાય છે.કે પીરજીએ મને સમાધિ લીધી તો છેલ્લી વખત મળવા પણ ન બોલાવ્યો. અને તેઓ દુઃખી હૈયે પોકરણ તરફ દોટ મુકે છે.ત્યારે વચ્ચે પીરજીનો ઘોડો ચરતો ભાળી તેમનાં હૈયે ટાઢક થાય છે. તેઓ આવી રામદેવ પીરજીને મળે છે ,તે પ્રસંગ આખે આખો આ ભજનમાં રજુ થયેલો છે.
આ ભજનને અંહીથી સાંભળો
સ્વરઃ નારાયણ સ્વામિ
હરભુજીને હૈયે હરખ ન માય રે,
ઘોડલા ચરંતા રે દીઠાં રામાપીરના રે …… ટેક
વધાયું સુણીને રે માનવ મેળો ઉમટ્યો રે,
કરવા કાંય પીરજી તણા દિદાર રે હાં …… ઘોડલા ચરંતા …..
હેતે ને પ્રિતે રે બેઉ બાંધવ ભેટિયા રે,
કીધી છે કાંય કસુંબાની મનવાર રે …… ઘોડલા ચરંતા …..
એવી ભ્રાંતુને ભાંગી રે હરભુજી ભેટીયા રે,
સુણ્યા અમે અમંગળ સમાચાર રે હાં ……. ઘોડલા ચરંતા ……
એવાં વચન વધાવે રે ફળ્યા રામાપીરજી રે ,
અને નકલંક નેજા ધારી અવતાર રે હાં ……. ઘોડલા ચરંતા ……
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
ગુજરાતી ભજન સંતવાણી,SANTVANI DHAM,SANTVANI BHAJAN
BHADUTI BANGALO KEVO – ભાડુતી બંગલો કેવો