Categories: BHAJANSANTVANI

HARBHUJI NE HAIYE HARAKH-હરભુજીને હૈયે હરખ

HARBHUJI NE HAIYE HARAKH  APAR – SANTVANI BHAJAN GUJARATI


ઘોડલા ચરંતા રે દિઠા રામાપીર – સંતવાણી ભજન

રચનાઃ હરજી ભાઠી


HARBHUJI NE HAIYE HARAKH – આ ભજન રામદેવપીરને સમર્પિત છે.જેમાં હરજી ભાઠીને એવા સમાચાર મળે છે કે રામદેવજી મહારાજે સમાધિ લઇ  લીધી છે,ત્યારે  હરભુજીને ખુબ દુઃખ થાય છે.કે પીરજીએ મને સમાધિ લીધી તો છેલ્લી વખત મળવા પણ ન બોલાવ્યો. અને તેઓ દુઃખી હૈયે પોકરણ તરફ દોટ મુકે છે.ત્યારે વચ્ચે પીરજીનો ઘોડો ચરતો ભાળી તેમનાં હૈયે ટાઢક થાય છે. તેઓ આવી રામદેવ પીરજીને મળે છે ,તે પ્રસંગ આખે આખો આ ભજનમાં રજુ થયેલો છે.


આ ભજનને અંહીથી સાંભળો

સ્વરઃ નારાયણ સ્વામિ


હરભુજીને હૈયે હરખ ન માય રે,

ઘોડલા ચરંતા રે દીઠાં રામાપીરના રે …… ટેક


વધાયું સુણીને રે માનવ મેળો ઉમટ્યો રે,

કરવા કાંય પીરજી તણા દિદાર રે હાં …… ઘોડલા ચરંતા …..


હેતે ને પ્રિતે રે બેઉ બાંધવ ભેટિયા રે,

કીધી છે કાંય કસુંબાની મનવાર રે …… ઘોડલા ચરંતા …..


એવી ભ્રાંતુને ભાંગી રે હરભુજી ભેટીયા રે,

સુણ્યા અમે અમંગળ સમાચાર રે હાં ……. ઘોડલા ચરંતા ……


એવાં વચન વધાવે રે ફળ્યા રામાપીરજી રે ,

અને નકલંક નેજા ધારી અવતાર રે હાં ……. ઘોડલા ચરંતા ……


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


ગુજરાતી ભજન સંતવાણી,SANTVANI DHAM,SANTVANI BHAJAN

BHADUTI BANGALO KEVO – ભાડુતી બંગલો કેવો


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago