હરીને ભજતાં હજી કોઇની લાજ…..Hari ne bhajata…
હરીને ભજતાં હજી કોઇની લાજ ,
જતાં રે નથી જાણી રે,
જેની સુરતા શામળિયાની સાથ,
વદે છે વેદ વાણી રે….ટેક…
વ્હાલે ઉગાર્યો ભક્ત પ્રહલાદ,
હિરણા કંસ ને માર્યો રે,
એવું વિભિષણને આપ્યું રાજ,
રાવણને સંહાર્યો રે…હરીને ભજતાં…. (1)
વ્હાલે નરસિંહ મહેતાનો હાર,
હાથો હાથ આપ્યો રે,
ધ્રુવને આપ્યું અવિચળ રાજ,
પોતાનો કરી સ્થાપ્યો રે….હરીને ભજતાં….(2)
વ્હાલે મીરા તે બાઇનાં ઝેર,
હળા હળ પીધાં રે,
એવા પાંચાળીનાં પુર્યા છે ચીર,
પાંડવ કાજ કિધા રે….હરીને ભજતાં…(3)
આવો હરી ભજવાનો લહાવો,
ભજન કોઇ કરશે રે,
કરજોડી કહે ‘પ્રેમળદાસ’,
ભક્તોનાં દુઃખ હરશે રે….હરી ને ભજતાં…(4)
હરીને ભજતાં હજી કોઇની લાજ ,
જતાં રે નથી જાણી રે,
જેની સુરતા શામળિયાની સાથ,
વદે છે વેદ વાણી રે….
KALIYUG NI ENDHANI – કળિયુગની એંધાણી રે
Hari ne bhajata haji koi ni laj,
Jata re nathi jani re,
Jeni surata shamaliya ni sath,
Vade chhe ved vani re…tek
Vhale ugaryo bhakt prahalad,
Hirana kans maryo re,
Evu vibhishan ne apyu raj,
Ravan ne sanharyo re…..haji koi ni ….. (1)
Vhale narsinh maheta no har,
Hatho hath apyo re,
druv ne apyu avichal raj,
Pota na kari sthapyo re…..haji koi ni……(2)
Vhale mira te bai na zer,
Hala hal pidha re,
Eva panchali na purya chhe chir,
Pandav kaj kidha re….hari ne bhajata … (3)
Avo hari bhajava no lhavo,
Bhajan koi karashe re,
Kar jodi kahe ‘premaldas’
bhakto na dukh harashe re… hari ne bhajata….(4)
Hari ne bhajata haji koi ni laj,
Jata re nathi jani re,
Jeni surata shamaliya ni sath,
Vade chhe ved vani re…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…