BHAJAN

HARIJANE MAYA HARI NE – હરીજને માયા હરીને ….

HARIJANE MAYA HARI NE – ગુજરાતી ભજન સંતવાણી

હરીજને માયા હરીને સોંપી -SANTVANI BHAJAN LYRICS-HARIJANE MAYA HARI

રચના – દાસી ઝબુ


HARIJANE MAYA HARI-આ ભજનમાં ભક્ત કવિયત્રી દાસી ઝબુએ ભક્તોની વાતને વણીને,તેનાં ઉદાહરણો આપીને એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હરી ભક્તો હમેંશા હરી ભજન માટે ગમે તે છોડવા તૈયાર થાય છે.ભક્તિ માટે ભક્તજનો ભલે ગમે તેટલાં દુઃખ આવે છતાં પાછા પગલાં ભરતાં નથી.અંહી તેમને હરીજન શબ્દ વાપરીયો છે,તેનો અર્થ છે હરી એટલે ભગવાન અને જન એટલે માણસ.ભગવાનનું માણસ (ભક્ત).દાસી ઝબુએ ગુરૂ સવારામ બાપાના સાનિધ્યમાં રહીને આ ભજન રચ્યું છે.


આ ભજન અંહિથી સાંભળો ….

સ્વરઃ હરસુખગીરી ગોસ્વામી

ભજનની લંબાઇઃ 11.32 મિનિટ


હરીજને માયા હરીને સોંપી રે,

ભગતીના સારું,

લજ્યા પોતાની લોપી રે,

ભગતીનાં સારૂ …. હરીજને માયા … ટેક …


તારાદે જરા ન લાજ્યા ,

છોડી અયોધ્યાના રાજા,

ઋષિઓને પુજતા મેલી મરજાદ રે …. ભગતીના સારું …. (1)


મીરાબાઇને લાગી તાળી,

ગિરીધર વિના કછુ ન ભાળી,

રાણાજીએ ઝેર પાયા ગાળી રે … ભગતીના સારું …. (2)


તોરલે દે મહા સતી શાણાં,

સધીરને બોલે બંધાણા,

શરીર વેચીને લાવ્યા તા દાણા રે …. ભગતીના સારૂ …. (3)


રાજ પદમણી રૂપાબાઇ રાણી,

પાટે જતાં ચંદ્રાવળી એ જાણી,

રાવળ માલાએ તલવારું તાણી રે … ભગતીનાં સારૂ … (4)


ટેકવાળાને અટક આવે પામરના,

કેવાથી દિલના ડગાવે,

એવી સતીયું અમરાપર જાવે રે  …. ભગતીનાં સારૂ …. (5)


ખોળી જોવો પીરાંના ખાતાં,

પતિવ્રતા પાળીને જાતા,

વાચ કાચ્છના હતા સાચા રે …. ભગતીનાં સારૂ …. (6)


માન મેલી મંડપમાં માણ્યા,

સદગુરૂને વચને વેચાણા,

દાસી ઝબુ કહે વેદોએ વખાણ્યા રે …. ભગતીનાં સારૂ …. (7)


આ ભજન અંહિથી ડાઉનલૉડ કરો …..

MP3 FILE: 2.77 MB

CLICK HERE TO DOWNLOAD


ગુજરાતી સંતવાણી,ગુજરાતી ભજન ગીતો,SANTVANI DHAM,SANTVANI BHAJAN

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત – ભજન સંતવાણી


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago