SANTVANI LYRICS GUJARATI
BHAJAN:180
HE MANAV VISHVAS KARI LE…..
શ્રી આપાભાઇ ગઢવી રચિત ભજન
ભજનની સરવાણી
હે માનવ વિશ્વાસ કરી લે…….
હે માનવ વિશ્વાસ કરી લે,
સમય બની સમજાવું છું,
આ દુનિયામાં ઇચ્છાથી હું,
અવતાર ધરીને આવું છું…હે માનવ…(1)
સમય બની સમજાવું છું,
આ દુનિયામાં ઇચ્છાથી હું,
અવતાર ધરીને આવું છું…હે માનવ…(1)
વિશ્વ ચરાચર ઉપવન મારું,
પાણી હું પીવડાવું છું,
સ્વાર્થ ઘેલાની દ્રષ્ટ્રીમાં હું,
આંમ છતાં કયા આવું છું…હે માનવ…(2)
ભિક્ષુક વેશે આવું ત્યારે,
ઘર ઘર હાથ લંબાવું છું,
કોઇ નથી ને કાઇ નથી જા,
સાંભળતા પસ્તાવું છું…હે માનવ…(3)
દીન દુઃખિયાથી નફરત દેખી,
નિત આંસુડે નહાવું છું,
સંત સેવકના જોઇ અપમાનો,
આતમથી અકળાઉ છું….હે માનવ…(4)
ઓળખનારા કયા છે આજે,
દંભીઓથી દુભાઉ છું,
‘આપ’ કવિની ઝુંપડીએ હું,
રામ બની રહી જાંઉ છું….હે માનવ…(5)
હે માનવ વિશ્વાસ કરી લે,
સમય બની સમજાવું છું,
આ દુનિયામાં ઇચ્છાથી હું,
અવતાર ધરીને આવું છું…હે માનવ…
સમય બની સમજાવું છું,
આ દુનિયામાં ઇચ્છાથી હું,
અવતાર ધરીને આવું છું…હે માનવ…
ગુજરાતી ભજન ગીત,સંતવાણી ધામ,SANTVANI DHAM,SANTVANI-BHAJAN