BHAJAN

HETHA UTARI NE PAY-હેઠા ઉતરીને પાય લાગ્યા

HETHA UTARI NE PAY – GUJARATI DESHI BHAJAN


હેઠા ઊતરીને પાય લાગ્યા-ભજન સંતવાણી

રચનાઃ પાનબાઇ


હેઠા ઊતરીને પાય લાગ્યા ને ઘણો છે એનો ઉપકાર,

અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી, ને લાગ્યો અકર્તા પુરુષમાં તાર…… ટેક


અખંડ અમર અવિનાશી ભાળ્યા, ને વસ્તુ છે અગમ અપાર,

દયા કરીને મુજને દર્શાવ્યા, ને અનામ એક નિરધાર….. હેઠા ઊતરીને…


સમજીને વાસના સમાઈ ગઈ, ને અનુપમ છે એક રૂપ,

આતમને ભિન્ન નવ જાણો, ને એ તો છે શુદ્ધ નિરંજન ભૂપ….હેઠા ઊતરીને….


સરવેની સાથે મિત્રતા રાખજો, ને નહીં પ્રીત નહિ વેર,

ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયા, એવું સમજીને કરવી લેર…. હેઠા ઊતરીને…..


સંતવાણી ધામ,ભજન ગુજરાતી,SANTVANI DHAM,BHAJAN SONG

THAKAR AMANE MEL MA THELI – SANTVANI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago