એ…. જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનમાં કોણ જાશે…..ટેક…..
ત્રણસોને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો રે ગોવાળિયો કોણ થાશે,….. એ જાગને જાદવા….
દહીં તણા દહીં થરા ઘી તણાં ઘેબરાં,
કઢિયેલા દૂધ તે કોણ પીશે…. એ જાગને જાદવા…..
હરિ તાર્યો હાથિયો કાળી નાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે…… એ જાગને જાદવા…..
જમુનાને તીરે ગૌ ધણ ચરાવતાં,
મધુરી મોરલી કોણ વગાડશે…… એ જાગને જાદવા……
ભણે ‘નરસૈંયો’ તારા ગુણ ગાઇ રીઝિયે,
બૂડતા બાવડી કોણ જાલશે….. એ જાગને જાદવા…..
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…