BHAGWAN SWAMI NARAYAN AARATI
AARATI:07
JAY SADGURU SWAMI….
સ્વામી નારાયણ ભગવાનની આરતી
આરતી સંગ્રહ ગુજરાતી
જય સદગુરૂ સ્વામી….
જય સદગુરૂ સ્વામી,પ્રભુ જય સદગુરૂ સ્વામી,
સહજાનંદ દયાળુ (2) બળવંત બહુનામી,જય સદગુરૂ સ્વામી…
ચરણ સરોજ તમારાં,વંદુ કર જોડી (2)
ચરણે શીશ ધર્યાથી (2) દુઃખ નાખ્યા તોડી,જય સદગુરૂ સ્વામી….
નારાયણ નર ભ્રાતા,દ્વિજકુળ તનુ ધારી (2)
પામર પતિત ઉદ્ધાર્યા (2)અગણિત નર નારી,જય સદગુરૂ સ્વામી…
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતાં અવિનાશી (2)
અડસઠ તીરથ ચરણે(2) કોટી ગયા કાશી,જય સદગુરૂ સ્વામી…
પુરૂષોત્તમ પ્રગટનું,જે દર્શન કરશે (2)
કાળ કર્મથી છુટી (2) કુટુંબ સહિત તરશે,જય સદગુરૂ સ્વામી…
જય સદગુરૂ સ્વામી,પ્રભુ જય સદગુરૂ સ્વામી,
સહજાનંદ દયાળુ (2) બળવંત બહુનામી,જય સદગુરૂ સ્વામી…
SANTVANI DHAM AARATI,BEST AARTI LYRICS