JENE JENE LAGYA SABDO NA BAN

JENE JENE LAGYA  SABDO NA BAN – SANTVANI BHAJAN


જેને જેને લાગ્યા શબ્દોનાં બાણ – ભજન સંતવાણી

રચનાઃ સંત શ્રી રવિરામ સાહેબ


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃરામદાસ ગોંડલિયા


જેને જેને લાગ્યા શબ્દોના બાણ,

બાણ રે લાગ્યા જોનાં તનડાં વિંધાણા,

નૈનુમાં ઘુરે નિશાન રે ….. ટેક


પતિવ્રતા નારી જેનો પિટુ પરદેશમાં,

કેમ તો જપે વ્રેહની જાળ,

નાથજી વિના સુરતાને નિંદરા ન આવે,

સેજલડી સુળી સમાન ….. જેને જેને ….


દિપક દેખીને એના અંગડા મરોડે,

પતંગ છાંડે એના પ્રાણ રે,

આત્મા લઇને ઇ તો અગ્નિમાં હોમી,

દે છે દેહુ કેરા દાન ….. જેને જેને …..


જળ અને સેવાળને જુઓ પ્રિતુ રે બંધાણી,

માછલી રહે જળની માંય,

ઘડી એક છૂટું પડે તો એના પ્રાણ રે વછુટે,

પ્રીત કર્યાના પ્રમાણ …. જેને જેને …..


બાણ લાગ્યા જેના તનડાં વિંઘાણાને,

દેખાણો દશમો દ્વાર,

કહે રવિરામ ગુરુ ભાણને પ્રતાપે,

સપના જેવો આ સંસાર ….. જેને જેને …..


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


GUJARATI BHAJAN LYRICS ,SANTVANI DHAM

ITANA TO BHED GURU – ઇતના તો ભેદ હમકો….


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago