SANTVANI

JOGI RE DITHO JUNA – જોગી રે દિઠો જુના જુગનો

JOGI RE DITHO JUNA JUG NO – JALARAM BAPA NU BHAJAN


જોગી રે દિઠો જુના જુગનો – જલારામ બાપાનું ભજન

રચનાઃ અનામી


જોગી રે દિઠો જુના જુગનો,

ઉભો ઉભો અલખ ને દરબાર રે વીરપુર ના વાસી….ટેક


એવી જગથી ઊંચેરી એની ઝૂંપડી,

કહેવાણો એ તો ઓલિયાનો અવતાર રે વીરપુરના વાસી….. જોગી રે દીઠો….


એવા પગલે પાવન કીધો દેશને,

હતો એ તો લાખોનો તારણહાર રે વીરપુરના વાસી…. જોગી રે દિઠો….


એવા ભુખ્યા દુ:ખિયાનો જલો આશરો,

હાથમાં જાણે ભજન નો ભંડાર રે વીરપુરના વાસી ……જોગી રે દિઠો…..


એવી અમૃત બુટી જલાની જીભમાં,

વચને એના મડદાં બેઠા થાય રે વીરપુરના વાસી ……જોગી રે દીઠો….


એવા ઠામે ઠામે જલાના બેસણાં,

સેવક એના સૌ ગુણ ગાયે રે વીરપુરના વાસી …..જોગી રે દિઠો….


એવા પરચા પૂર્યા છે ઘણા ગામમાં,

જગમાં એને અમર રાખ્યું નામ રે વીરપુરના વાસી ……જોગી રે દિઠો…..


એવા સોરઠના સંત તારા ચરણોમાં,

લાખો લાખો ભકતોના પ્રણામ રે વીરપુરના વાસી …..જોગી રે દિઠો…..


ગુજરાતી ભજન સંતવાણી,જુના ભજનો,All Gujarati Bhajan

જીવને શ્વાસ તણી સગાઇ- JIV NE SHVAS TANI SAGAI – BHAJAN GEET


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago