Categories: BHAJANSANTVANI

KAHEJO RE SANDESHO – BHAJAN LYRICS

KAHE JO SANDESHO ODHA SHYAM NE….. SANTVANI BHAJAN


કહેજો રે સંદેશો ઓધા શ્યામને – સંતવાણી દેશી ભજન

રચનાઃ ભક્ત મોરાર



કહેજો રે સંદેશો ઓધા શ્યામને,

અમને તમારો આધાર રે,
નિરખ્યા વિના મારા નાથજી,
સૂનો લાગે છે સંસાર રે….કહેજો રે સંદેશો (1)
દિન દિન દુઃખડા મને અતિ ઘણાં,
જોબન વહ્યો વહ્યો જાય રે,
ગોવિંદ વિના ઘેલી ગોપીયું,
અગ્નિ કેમ ઓલાય રે…કહેજો રે સંદેશો (2)
ઋતુ પલટીને વન મોરીયાં,
બોલે બપૈયા રુડાં મોર રે,
પિયુ પિયુ શબ્દ સોહામણા,
ચિત્તડું ન રીયે ઠોર રે..કહેજો રે સંદેશો (3)
જીવન ઓધાજી મારું જે થકી,
અળગા કેમ રહેવાય રે,
જલ વછોઇ જેમ માછલી,
જલમાં રહે સુખ થાય રે…કહેજો રે સંદેશો (4)
બળેલને શું બાળીએ,
કૃષ્ણ વિચારો મન માંય રે,
દરદીને દુઃખડાં દઇશ માં,
દરદ સહ્યું નવ જાય રે…કહેજો રે સંદેશો (5)
આ રે સંદેશો વ્રજનારનો,
વાંચીને કરજો વિચાર રે,
દર્શન દેજો રે ‘મોરાર’ ને,
સંદેસો સમજી લેજો સાર રે…કહેજો રે સંદેશો (6)
કહેજો રે સંદેશો ઓધા શ્યામને,
અમને તમારો આધાર રે,
નિરખ્યા વિના મારા નાથજી,

સૂનો લાગે છે સંસાર રે….કહેજો રે સંદેશો


SANT TRIKAMDAS NI SAKHI – SANTVANI SAKHI


DOWNLOAD GUJARATI BHAJAN,SANTVANI DHAM


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago