KALAJA KERO KATAKO MARO – DIKARI VIDAY SONG
કાળજા કેરો કટકો મારો – દિકરી વિદાય ગીત
રચનાઃ કવિ શ્રી દાદ બાપુ
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છુટી ગ્યો,
મમતા રૂવે જેમ વેળુંમાં,વિરડો ફુટી ગ્યો …… ટેક
છબતો નહીં જેનો ધરા પર,પગ આજ થીજી ગ્યો,
ડુંગર જેવો ઉંબર લાગ્યો, માંડ રે ઓળગ્યો…..કાળજા કેરો ….
બાંધતી નહી અંબોલડો માંથે,હોય ઇ છુટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો,મારા ચાંદને ગળી ગયો ….. કાળજા કેરો …..
આંબલી પીપળી ડાળ બોલાવે, એક વાર સામું જો,
ધુબકા દેતી જે ધરામાં, થ્યો આરો અણોહરો ……. કાળજો કેરો…
ડગલે ડગલે મારગ એને ,સો સો ગાઉનો થ્યો,
ધારથી હેઠે ઉતરી ધીરી,સુરજ ડુબી ગ્યો …..કાળજા કેરો ……
લુટાઇ ગ્યો મારો લાડ ખજાનો, દાદ કે હું તો જોતો રહ્યો,
જાન ગઇ જાણો જાન લઇને, એનો સુનો માંડવડો….. કાળજા કેરો ……
સંતવાણી ભજન, દિકરી વિદાય ગીત, LAGNA VIDAY SONG ,SANTVANI DHAM
કંકુ છાંટી કંકોતરી મોકલો – LAGNA GEET