KALYUG MA JATI SATI SANTASHE…..

KALIYUG MA JATI SATI SANTASHE…….GUJARATI BHAJAN LYRICS


કળિયુગમાં જતી સતી સંતાશે….ભજન સંગ્રહ

રચનાઃ ગંગાસતી



કળિયુગમાં જતી સતી સંતાશે

ને કરશે એકાંતમાં વાસ
કુડાને કપટી ગુરૂને ચેલા,
પરસ્પર નહી વિશ્વાસ…કળિયુગમાં જતી…(1)
ગુણી ગુરૂને ચતુર ચેલો પણ,
બેયમાં ચાલશે તાણાવાણ,
ગુરૂ અવગુણ ગોતવા માંડશે,
ને ગાદીના ચાલશે ઘમાસાણ…કળીયુગમાં જતી…(2)
ચેલકો બીજા ચેલા પર મોહશે,
ને પોતે ગુરૂજી થઇને બેસે,
ગુરૂની દિક્ષા લઇ શિક્ષા ન માને,
જ્ઞાન કે ગમ નહીં લેશે…..કળિયુગમાં જતી….(3)
ચેલો ચેલા કરી  કંઠીઓ બાંધશે,
ને બોધમાં કરશે બકવાદ,
પેટને પોષવા ભીખીને ખાશે,
ને પુરૂષાર્થમાં પરમાદ….કળિયુગમાં જતી….(4)
ધનને હરવા છળ કરશે,
ને નિતનવા ગોતશે લાગ,
આસન ઉથાપી કરશે ઉતારા,
ને વિષયમાં એને અનુરાગ….કળિયુગમાં જતી….(5)
વાદ વિવાદને ધરમ કરમમાં,
ચુકશે નહીં કરતાં એ હાણ,
ગંગાસતી કહે એવાથી ચેતજો,
કલજુગના જાણી પરમાણ….કળિયુગમાં જતી…..(6)
કળિયુગમાં જતી સતી સંતાશે
ને કરશે એકાંતમાં વાસ
કુડાને કપટી ગુરૂને ચેલા,

પરસ્પર નહી વિશ્વાસ…કળિયુગમાં જતી…


ABHYAS JAGYA PACHI – PRACHIN BHAJAN


SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS,SANTVANI GUJARATI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago