BHAJAN

KANUDO KALO KALO – કાનુડો કાળો કાળો રાધા

KANUDO KALO KALO – સુંદર ભજન ગુજરાતી


કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી – BHAJAN SANTVANI

રચનાઃ દાસ સત્તાર


આ ભજનને અંહીથી સાંભળો…

સ્વરઃ લલિતાબેન ઘોડેદ્રા


આ ભજન સત્તાર બાપુ દ્વારા રચવામાં આવ્યું છે,જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા વચ્ચે રહેલાં અદ્વૈતિક પ્રેમની એક સુંદર ઝાંખી કરવી છે.જેમાં કાનુડો કાળો છે અને રાધા ગોરી છે તેમ છતાં એક હ્રદયથી જોડાયેલી પ્રેમ ભાવનાની ઉમદા છબી અંહી સત્તાર બાપુએ ઉભી કરી છે.


કાનુડો કાળો કાળો,રાધા છે ગોરી ગોરી,

છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોર ….. ટેક


મન વશ કરીને જોતાં, શુદ્ધ પ્રેમ ઝાંખી થાયે,

અજ્ઞાની જીવ જાયે, જ્યાં મનડું જાયે દોરી ….કાનુડો કાળો …


છે પ્રેમ સર્વ વ્યાપી,વહેમી જનો શું જાણે,

અજ્ઞાનીને અનાડી,ઉંઘણશીને અધોરી ….. કાનુડો કાળો ….


ઘાયલ ગતિને ઘાયલ,જે હોય તે જ જાણે,

કોઇ ગયું મુજ ઘોળે,દિન હ્રદય ચોરી ….. કાનુડો કાળો ….


સત્તાર શા નિઝામી,પ્રેમીની છે મુનાદી,

પ્રિતી કરો તો એવા,જેમ ચંદ્રને ચકોરી …… કાનુડો કાળો …


આ ભજનની એમ.પી3 ફાઇલ અંહીંથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


BEST GUJARATI BHAJAN LYRICS

PRITAM VAR NI CHUNDADI – પ્રીતમ વરની ચુંદડી


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago