KAR MAN BHAJAN NO VEPAR – પ્રાચીન ભજન

KAR MAN BHAJAN NO VEPAR –  GUJARATI BHAJAN LYRICS


કર મન ભજનનો વેપાર – દેશી સંતવાણી પ્રાચીન ભજન

રચનાઃ દાસી જીવણ



કર મન ભજનનો વેપાર,

ધણી તારા નામનો આધાર,
બેડી ઉતારે ભવપાર,
કર મન ભજનનો વેપાર….કર મન ભજનનો (1)
સરોવર જ્યારે ભર્યા હતાં,
ત્યારે પહેલી ન બાંઘી પાળ,
આગળ નીર સુકાઇ ગયા,
ત્યારે હાથ દીધે શું થાય….કર મન ભજનનો (2)
શેરી લગણ સુંદરી,
ઝાંપા લગી મા-બાપ જી,
તીર્થ સુધી બે બાંધવા,
કોઇ ના આવે તારી સાથ….કર મન ભજનનો (3)
હાડ જલે જેમ લાકડી,
ને કેશ જલે જેમ ઘાસ જી,
કેસર સરખી કાયા જલશે,
લાગે નહીં પલવાર…કર મન ભજનનો (4)
કાયામાં કોણ સુવે,
કોણ જાણે કોણ ચોકીદાર,
સુરતા જાગે નુરતેં ઉંઘે,
અને ચેતન ચોકીદાર….કર મન ભજનનો (5)
હું ને મારું મુકી દેને,
ખોટો છે આ સંસાર,
દાસી જીવણ એણી પેરે બોલ્યા,
પરા મનના કામ…કર મન ભજનનો (6)
કર મન ભજનનો વેપાર,
ધણી તારા નામનો આધાર,
બેડી ઉતારે ભવપાર,

કર મન ભજનનો વેપાર….કર મન ભજનનો


HU TO AAPADA ONE SADA – GAZAL SONG


SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS ,ભજન સંતવાણી,સુપરહિટ ગુજરાતી ભજન


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago