Categories: GARBA

KHEL KHEL RE BHAVANI MA -GARBO

TRAN TALI NO GARBO

GARBO:11

KHEL KHEL RE BHAVANI MA…..

ત્રણ તાળીનો ગરબો

પ્રાચીન ગરબાઓ

ખેલ ખેલ રે ભવાની મા ……

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા….
મારી અંબામાને કાજે રે,જય જય અંબે મા,
મારી બહુચરમાને ને કાજે રે,જય જય અંબે મા.
મારી બુટમાના ને કાજે રે,જય જય અંબે મા,
કાળી કાળકામાના ને કાજે રે,જય જય અંબે મા.
મા નાં નોરતા આવ્યા રે જય જય અંબે માં,
સહુ ગોરીના મનને ભાવ્યા રે જય જય અંબે માં.
ઘેર ઘેર ગરબા ગાયે રે જય જય અંબે માં,
ચાચર ચાંદનીઓ બંધાયે રે જય જય અંબે માં.
તેમાં શોભા ઘણી થાય  રે જય જય અંબે માં,
માને સેવક ચાચર આવે રે જય જય અંબે માં.
માજી ચાચર રમવા આવે રે જય જય અંબે માં ,
માજી શણગાર સજી આવે રે જય જય અંબે માં.
માજી રૂમઝુમતા આવે રે જય જય અંબે માં,
માજી ગરબો લઇને આવે રે જય જય અંબે માં.
ભક્તો દર્શન કાજે આવે રે જય જય અંબે માં,
માના ગરબા જે કોઇ ગાવે રે જય જય અંબે માં.
માજી તેને પ્રસન્ન થાય રે જય જય અંબે માં,
તેના પાપો પ્રલય થાય રે જય જય અંબે માં.
તેને સુખ સંપતિ આપે રે જય જય અંબે માં,
તેનાં વંશમા વૃદ્ધિ રાખે રે જય જય અંબે માં.
માજી સહાય તેને કોણ ચાખે રે જય જય અંબે માં,
તેના વિઘ્નો માજી કાપે રે જય જય અંબે માં.
તેને સુખ શાંતિ મા  આપે રે જય જય અંબે માં,
તેને વૈકુઠ વાસ આપે રે જય જય અંબે મા.

SANTVANI DHAM,GUJARATI GARBA LYRICS

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago